Thursday, January 8, 2009

16. ચારણ મહાત્મા ઈશરદાસજી

ભક્તવર ચારણ મહાત્મા ઈશરદાસજીનું સંક્ષિપ્ જીવનચરિત્ર :

વિક્રમ સંવત ૧૫૧૫ ના શ્રાવણ સુદ ને શુક્રવારના રોજ મારવાડમાં ઈશરદાસજીનો જન્મ થયો હતો. તેમનું પૂર્વજન્મનુંનામ જવાલાગીરીજી હતું.


મારવાડથી ફરતા-ફરતા ઈશરદાસજી જાત્રા કરવાના હેતુથી દ્વારકા આવેલ હતા. તેઓ કવિ હોવાથી નવા નગર (હાલનુંજામનગર)ના રાજા જામશ્રી રાવળજીએ ઈશરદાસજીને ચોવીસ ગામો, વસ્ત્રાભૂષણ, હાથી તથા ઘોડા વિગેરે આપી કરોડપશાવ કરી પોતાના પાટ બારહટ્ટ (રાજ કવિરાજ) સ્થાપી જામનગરમાં ઘણા માનપૂર્વક રાખ્યા હતા. તેઓ દ્વારકાધીશભગવાનના પરમભક્ત હતા.

વરસડા ગામના ચારણ માંડણનેઈશરદાસજીએ દ્વારકાધીશભગવાનના દ્વારકાના સમુદ્રમાંસુવર્ણમય મહેલમાં દર્શનકરાવેલ હતા. શ્રી કૃષ્ ભગવાનપ્રસન્ન થઈ માંડણ ભક્તને કહ્યુંહતું કે, “ઈશરદાસજી મારા ભક્તનહી પણ મારું સ્વરૂપ છે. મનેપ્રાણથી પ્યારા છે.” દ્વારીકાનામંદિરમાં ભગવાને સાક્ષાતમાંડણ ભક્તને માથે પાઘડીબાંધવા સોનેરી કોરના છેડાવાળુંઉપરણું પોતાના ખભેથી ઉતારીઆપ્યું હતું.

No comments: